Jamnagr news: જામવાડીમાં વસવાટ કરતા ખેડૂતનું કૂવામાં ડૂબી જતા મોત

સોર્સ : gstv
જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના જામવાડી ગામમાં રહેતા અને ખેતી કામ કરતા જયંતીભાઈ ભગવાનજીભાઈ પટેલ નામના 62 વર્ષના ખેડૂત બુઝુર્ગ કે જેઓ ગઈકાલે પોતાની વાડીમાં કુવાના કાંઠે પાણીની પાઇપલાઇન રીપેર કરી રહ્યા હતા, તે દરમિયાન તેઓનો એકાએક પગ લપસી જતાં કુવામાં પડી ગયા હતા અને ડૂબી જવાના કારણે તેઓનું મૃત્યુ નીપજ્યું હતું.
એકાએક પગ લપસી જતાં કુવામાં પડી ગયા
આ બનાવ અંગે મૃતકના પુત્ર ચિરાગ જયંતીભાઈ પટેલે પોલીસને જાણ કરવામાં આવી હતી. બનાવના સ્થળે દોડી ગયા હતા અને જયંતીભાઈ પટેલના મૃતદેહનો કબજો સંભાળી સમગ્ર બનાવ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

