VIDEO: જામનગરવાસીઓ માટે મહત્વના સમાચાર: સસોઈ ડેમ લાઈનમાં સમારકામથી રઘુવીર પાર્ક ઝોન સહિત અનેક વિસ્તારોમાં પાણીકાપ
સોર્સ : gstv
જામનગરમાં જ્ઞાનગંગા ફિલ્ટર પ્લાન્ટમાં સ્કાડા સિસ્ટમ અને ફ્લો મીટર લગાવવાની મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરવામાં આવી છે. આ રિપેરિંગ કાર્યને કારણે પાણીની મુખ્ય લાઈન બંધ રાખવામાં આવનાર છે, જેના પરિણામે ૨૯ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ રઘુવીર પાર્ક ઝોન અને જ્ઞાનગંગા ઝોન હેઠળ આવતા યાદવ નગર, ભક્તિ નગર, ગોકુલધામ, પુષ્કર ધામ સહિતના અનેક વિસ્તારોમાં પાણી વિતરણ સંપૂર્ણપણે બંધ રહેશે.... આ એક દિવસીય પાણીકાપથી અંદાજે 25 હજાર પરિવાર અને લગભગ 75 હજારની વસ્તી પ્રભાવિત થશે. કામગીરી પૂર્ણ થયા બાદ બીજા દિવસે રાબેતા મુજબ પાણી પુરવઠો પૂર્વવત થશે.

