VIDEO: જામનગરમાં AAP ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાનું હૃદયરોગના હુમલાથી નિધન, સ્થાનિક રાજકારણમાં શોકનું મોજું
સોર્સ : gstv
જામનગરમાં વોર્ડ નંબર 3ના આમ આદમી પાર્ટીના ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાનું નિધન થયું છે. નરેન્દ્રસિંહ જાડેજાને અચાનક હાર્ટ એટેક આવતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું, જેને પગલે સમગ્ર પક્ષ અને સ્થાનિક રાજકારણમાં શોકનું મોજું ફરી વળ્યું છે. મતદાન અને પ્રચારના ધમધમાટ વચ્ચે ઉમેદવારના આકસ્મિક અવસાનને કારણે હાલ આ બેઠક પરની રાજકીય ગણતરીઓ અને પ્રક્રિયામાં મોટો ફેરફાર આવવાની સંભાવના સેવાઈ રહી છે.

