Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત : Heavy rain in these districts of gujaray

Gujarat: આ જિલ્લાઓમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, ધોધમાર વરસાદથી અનેક વિસ્તારોમાં ભરાયા પાણી

Timeછેલ્લું અપડેટ : 27 Jul 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

ગુજરાતના  મોટાભાગના વિસ્તારોમાં વરસાદ આગામી 30 જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. ત્યારે આજે પણ ત્રણ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. 

App Store

પંચમહાલ જિલ્લામાં મેઘમહેર

ગોધરા શહેર સહિત જિલ્લામાં અનેક વિસ્તારોમાં લાંબા વિરામ બાદ વરસાદ વરસ્યો છે. પંચમહાલ જીલ્લામાં સાર્વત્રિક વરસાદના પગલે ખેડૂતો દ્વારા એક લાખ હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું. પંચમહાલ જિલ્લામાં અત્યાર સુધીમાં  40 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. આગામી દિવસોમાં હજુ પણ વાવેતરમાં વધારો થાય તેવી શક્યતાઓ ખેતીવાડી વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. તો દાહોદમાં લીમખેડા ,દુધીયા,દાહોદ પાલ્લી,ઘુમણી,સીંગાપુર સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. લીમખેડા તાલુકા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદથી લોકોને ગરમીથી રાહત મળી છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે. 

પંચમહાલના શહેરામાં 2 ઇંચ અને મોરવા હડફમાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે. ગઈકાલે દિવસભરના ભારે ઉકળાટ ભર્યા વાતાવરણ બાદ મોડી રાત્રિએ વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી  શહેરાના લાભી, પાલીખડા, ઝોઝ, વરિયાળ સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. 

બનાસકાંઠામાં ભારે વરસાદ

બનાસકાંઠા જિલ્લામાં આજે સવારથી જ ધોધમાર વરસાદ શરુ છે. લાખણી તેમજ દિયોદર પંથકમાં મુશળાધાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. લાખણીમાં હાઇવે રોડ મૅઈન બજાર ગેળા રોડ સહિતના નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે.નીચાણવાળા રસ્તા ઉપર પાણી  ભરાઈ જતા વાહન  ચાલકો અને રાહદારીઓને હાલાકી પડી રહી છે. ખેતરોમાં પાણી ભરાઈ જતા પાકોને નુકશા ની શક્યતા છે. 

બનાસકાંઠામાં આજે સવારે 8 વાગ્યા સુધીમાં જિલ્લામાં મોટાભાગના તાલુકાઓમાં સરેરાશથી વધુ વરસાદ નોંધાયો છે.  ખાસ કરીને વડગામ, પાલનપુર, ડીસા અને ધાનેરામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. વડગામમાં આજે સવારે 8 વાગ્યા સુધીમાં 9.17 ઇંચ વરસાદ નોંધાયો, પાલનપુરમાં 3.82 ઇંચ, ડીસામાં 3.74 ઇંચ, દાંતીવાડામાં 3.07 ઇંચ, ધાનેરામાં 2.79 ઇંચ, લખણીમાં 1.81 ઇંચ, દાંતામાં 1.57 ઇંચ, દિયોદરે 1.89 ઇંચ, કાંકરેજે 1.26 ઇંચ, ભાભરે 1.18 ઇંચ, થરાદમાં 1.10 ઇંચ, સુઈગામમાં 0.63 ઇંચ, વાવમાં 0.59 ઇંચ અને અમીરગઢમાં 0.98 ઇંચ વરસાદ  ખાબક્યો છે. ત્યારે ભારે વરસાદની આગાહીને પગલે તંત્ર એલર્ટ મોડમાં આવ્યું છે. 

પાટણમાં મોડી રાતથી જ વરસાદી માહોલ 

પાટણ જિલ્લામાં મોડી રાતથી જ વરસાદી માહોલ જામ્યો છે. સવારે જિલ્લાના નવ તાલુકામાં વરસાદ ખાબક્યો છે. સાંતલપુરમાં 1 ઈંચ, રાધનપુરમાં 5 ઈંચ, સિદ્ધપુરમાં 5 ઈંચ, પાટણમાં 1 ઈંચ, સરસ્વતીમાં 1 ઈંચ વરસાદ ખાબક્યો છે. શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. અસહ્ય ઉકળાટ બાદ વરસાદના આગમનથી વાતવરણમાં ઠંડક પ્રસરી છે. 

સાબરકાંઠામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ 

સાબરકાંઠા જિલ્લામાં ભારે પવન સાથે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. સાબરકાંઠાના ઈડર, વડાલી, હિંમતનગરમાં વરસાદ વરસ્યો છે. હિંમતનગરના ધનપુરા, રામપુર, ખેડ સહિતના પંથકમાં મેઘરાજાએ બેટિંગ કરી છે. ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદને કારણે ખેડૂતો ચિંતિત છે. 

છેલ્લા 24 કલાકમાં સાબરકાંઠાના  તલોદમાં સાડા પાંચ ઈંચ કરતા વધુ વરસાદ ખાબક્યો છે. તો પ્રાંતિજમાં 24 કલાકમાં  સાડા ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે. હિંમકનગરમાં અઢી ઈંચ વરસાજ ખાબક્યો છે. ઈડર, વડાલી, ખેડબ્રહ્મા નોંધાયો બે ઇંચ કરતા વધુ વરસાદ ખાબક્યો છે.તો  વિજયનગર, પોશીના તાલુકામાં એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તેમજ પાકોને નુકસાન થવાની ભીતિ પણ છે.