Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ગીર સોમનાથ : VIDEO: Bharatiya Kisan Sangh submits written representation to Mamlatdar regarding diesel shortage in Talala, Gir Somnath

VIDEO: ગીર સોમનાથના તાલાલામાં ડીઝલની અછતને લઈ ભારતીય કિસાન સંઘે મામલતદારને લેખિત રજૂઆત કરી

Timeછેલ્લું અપડેટ : 22 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ગીર સોમનાથના તાલાલા તાલુકામાં ડીઝલની અછતને લઈ ભારતીય કિસાન સંઘે મામલતદારને લેખિત રજૂઆત કરી છે. સંઘે માંગ કરી છે કે ખેડૂતોને કેરબામાં અને ટ્રેક્ટર બંનેમાં પર્યાપ્ત ડીઝલ આપવામાં આવે. કેરબામાં ડીઝલ ન મળતા મિની ટ્રેક્ટર અને સનેડા ધારક ખેડૂતોને મુશ્કેલી પડી રહી છે. ગામડાઓમાંથી તાલુકા મથક સુધી વાહન લાવવામાં સમય અને ડીઝલનો વેડફાટ થઈ રહ્યો છે. ખેતીની સીઝનમાં મજૂરોની અછત વચ્ચે આ સ્થિતિના કારણે ખેડૂતોને વધુ તકલીફમાં મૂક્યા છે.ભારતીય કિસાન સંઘના પ્રમુખએ તંત્રને ઝડપી રાહત આપવા અપીલ કરી છે.

App Store
ટોપિક્સ:gstv newsgujarat stategir somnath