VIDEO : મત આપવામાં સમાજ મોટો કે પક્ષ મોટો...? ગીરસોમનાથમાં ભાજપ -કોંગ્રેસ વચ્ચે નિવેદનબાજી
સોર્સ : GSTV
ગીર-સામનાથમાં હવે સમાજ મોટો કે પક્ષ મોટો...? આ મુદ્દે ભાજપ કોંગ્રેસ વચ્ચે નિવેદનબાજી શરૂ થઈ છે. તાલાલાના ધારાસભ્ય ભગવાન આહીર સમાજને ચેતવણી આપતા કહ્યું કે, આહિર સમાજ ભાજપને જ મત આપે અને બીજે મત આપ્યો તો તેમના માટે મારા ઘરના દરવાજા બંધ થઈ જશે. આ નિવેદન બાદ કોંગ્રેસના ઉમેદવાર મેરુ પંપાળિયાએ પલટવાર કરતા કહ્યું કે, આ પ્રકારના નિવેદનથી સમાજમાં ખોટો સંદેશ જાય છે. અમારા માટે દરેક સમાજ અને વર્ગ સમાન છે. અને તમે કોંગ્રેસને મત આપો કે ન આપો તમામ માટે અમારા દરવાજા ખુલ્લા છે.

