VIDEO : સોમનાથમાં પીએમ મોદીનો ભવ્ય રોડ-શો, ડમરૂના નાદ અને ગરબાના તાલે 'મોદી-મોદી'ના નારાથી ગુંજી ઉઠી સોમનગરી
સોર્સ : gstv
સોમનાથ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો રોડ-શો યોજાયો. હેલિપેડથી હમીરજી સર્કલ સુધી યોજાયેલા રોડ-શોમાં લોકોનો ભારે જનસાગર ઉમટી પડ્યો હતો. રથની આગળ ડમરુંના નાદ સાથે પરંપરાગત વેશભૂષામાં કલાકારો અને યુવતીઓએ ગરબા રજૂ કરી પ્રધાનમંત્રીનું સ્વાગત કર્યું હતું. પીએમ મોદીએ લોકોનુ ખુલ્લી જીપમાં અભિવાદન ઝીલ્યુ હતું....સમગ્ર માર્ગ પર ઉત્સવ જેવો માહોલ જોવા મળ્યો હતો. રોડ-શોમાં પ્રધાનમંત્રી સાથે જીપમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યા હતા. લોકો દ્વારા મોદી-મોદીના નારા સાથે ઉમંગભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.

