VIDEO : સાંસ્કૃતિક પુનરોદ્ધારનો સુવર્ણકાળ, PM મોદીએ ગણાવી કાશી, ઉજ્જૈન અને અયોધ્યાની કાયાપલટની ગાથા
સોર્સ : gstv
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના સાંસ્કૃતિક વારસાના પુનરોદ્ધાર પર ભાર મૂકતા જણાવ્યું છે કે, છેલ્લા 10થી 12 વર્ષમાં ભારતના પવિત્ર તીર્થક્ષેત્રોની કાયાપલટ થઈ છે. કાશીમાં સદીઓ બાદ 'બાબા વિશ્વનાથ ધામ'નો ભવ્ય વિસ્તાર થયો છે, તો ઉજ્જૈનમાં 'મહાકાલ લોક' દ્વારા ભવ્યતાના દર્શન થયા છે.અયોધ્યામાં રામલલાના આગમન સાથે 500 વર્ષની લાંબી પ્રતીક્ષાનો સુખદ અંત આવ્યો છે. દેશના અનેક પવિત્ર મઠ, મંદિર અને તીર્થક્ષેત્રોની મહિમાને પુનઃસ્થાપિત કરવામાં આવી છે. આ પરિવર્તન માત્ર બાંધકામ નથી, પરંતુ ભારતની સમૃદ્ધ પરંપરા અને રાષ્ટ્રીય ગૌરવના દર્શન છે.

