VIDEO: ગીર સોમનાથ જિલ્લામાં સારવાર હેઠળ રહેલા 17 સિંહોમાંથી 11 સિંહોને સ્વસ્થ થતાં ફરી જંગલમાં મુક્ત કરવામાં આવ્યા
સોર્સ : GSTV
ગીર સોમનાથ જિલ્લામાં સારવાર હેઠળ રહેલા 17 સિંહોમાંથી 11 સિંહોને સ્વસ્થ થતાં ફરી જંગલમાં મુક્ત કરવામાં આવ્યા છે. જસાધાર અને જામવાળા એનિમલ કેર સેન્ટરમાં સારવાર બાદ વન વિભાગે સિંહોને તેમના કુદરતી નિવાસસ્થાને પરત મોકલ્યા છે. તાજેતરમાં ફેલાયેલા રોગચાળામાં 12 સિંહોના મોત થયા હતા, જેના કારણે વન વિભાગ સતર્ક બન્યું છે. હાલ 6 સિંહોની સારવાર ચાલુ છે અને તેમની સ્થિતિ નિયંત્રણમાં હોવાનું જણાવાયું છે. બેબેસિયા અને સીવીડી વાયરસની આશંકાને ધ્યાનમાં રાખીને વન વિભાગ સતત મોનીટરિંગ કરી રહ્યું છે. સ્વસ્થ થયેલા સિંહોની જંગલમાં વાપસીથી વન્યજીવ પ્રેમીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

