ગીરગઢડામાં છેલ્લા 5 દિવસમાં 7 લોકો પર આદમખોર દીપડાનો હુમલો, 2 લોકોને ફાડી ખાધા

ગીર સોમનાથના ગીર ગઢડા વિસ્તારમાં દીપડાનો આતંક વકર્યો છે. છેલ્લા પાંચ દિવસમાં સાત વ્યક્તિ પર દીપડાએ હુમલો કર્યો છે. ગીર ગઢડાના કોદીયાં ગામે રાત્રે વાડી વિસ્તારમાં બે અલગ અલગ જગ્યા પર દીપડાએ હુમલો કર્યો છે.
દીપડાના આ હુમલામાં 44 વર્ષીય આઘેડનું મોત
દીપડાના આ હુમલામાં 44 વર્ષીય આઘેડનું મોત થયું છે. જ્યારે અન્ય વ્યક્તિને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરાયેલ છે. દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આઘેડ ને મોતને ઘાટ ઉતાર્યા છે.
આ પણ વાંચો: રાજ્યમાં આજે 4 અલગ અલગ માર્ગ અકસ્માતમાં 2ના મોત, 03 ઘાયલ
દીપડાના હુમલાથી 2ના મોત
બનાવની જાણ વન વિભાગને કરવામાં આવી હતી. વનવિભાગનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી માનવભક્ષી દીપડાને પકડવા કવાયત હાથ ધરી છે, એક અઠવાડિયામાં દૂપડાના હુમલાથી 2ના મોત નિપજ્યા છે. તો બીજી તરફ ગ્રામ્ય વિસ્તારમાં ભયનું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને માનવભક્ષી દિપડાને પાંજરે પુરાવાની માંગ ઉઠી છે.

