શ્રાવણના પહેલા સોમવારે સોમનાથ મંદિર પરિસરમાં નીકળી પાલખીયાત્રા, માનવ મહેરામણ ઉમટ્યું
સોર્સ : GSTV
આજે શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવાર છે. આજે પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવ મંદિરમાં દર્શનાર્થે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું. ત્યારે આજે પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે સોમનાથ મંદિર પરિસરમાં પૂજા અર્ચના બાદ મહાદેવની પાલખીયાત્રા નીકળી હતી. સ્થાનિક તીર્થ પુરોહિતો, યાત્રિકો અને સોમનાથ ટ્રસ્ટના પદાધિકારીઓ આ પાલખીયાત્રામાં મોટી સંખ્યામાં જોડાયા હતા. સોમનાથ મહાદેવની પાલખીયાત્રા મંદિરની બહાર પ્રદક્ષિણા કરે છે, અને ભક્તોને દર્શન આપે છે. શ્રાવણ માસના દર સોમવારે પાલખીયાત્રા નીકળે છે.

