Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ગીર સોમનાથ : 5 accused found guilty in much-discussed Una incident case; 37 acquitted

Gir Somnath news: બહુચર્ચિત ઉના કાંડ કેસમાં 5 આરોપીઓ દોષિત; 37 નિર્દોષ જાહેર, વેરાવળ કોર્ટનો મોટો ચુકાદો

Timeછેલ્લું અપડેટ : 16 Mar 2026
લાઇવ ટીવીGoogle News
Gir Somnath news: બહુચર્ચિત ઉના કાંડ કેસમાં 5 આરોપીઓ દોષિત; 37 નિર્દોષ જાહેર, વેરાવળ કોર્ટનો મોટો ચુકાદો
સોર્સ : GSTV

ગીર સોમનાથ જિલ્લાનો બહુચર્ચિત ઉના દલિત કાંડ કેસમાં વેરાવળ કોર્ટે મોટો ચુકાદો આપ્યો છે, જેમાં કુલ 42 આરોપીમાંથી 5 આરોપીઓ દોષિત ઠેરવવામાં આવ્યા છે જ્યારે પુરાવાના અભાવે 37 આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. જેમાંથી 2 આરોપીઓના મોત થયા છે. વેરાવળ કોર્ટ આવતીકાલે મંગળવારે દોષિતોને સજા સંભળાવશે.

App Store

મુખ્ય 5 આરોપીઓ દોષિત

-રમેશ જાદવ

-રાકેશ જોશી

-પ્રમોદ ગૌસ્વામી

-નાગજી ડાયા

-બળવંત ગૌસ્વામી 

શું છે સમગ્ર મામલો? 

તારીખ 11 જુલાઇ, 2016ના રોજ ઉનાના મોટા સમઢિયાળા ગામમાં દલિત સમાજના સાત સભ્યોને મરેલી ગાયનું ચામડુ કાપવાના પ્રકરણમાં 'ગાયોને કેમ કાપો છો' તેમ કહી કાર સાથે બાંધી લાકડીઓ, પાઇપો સહિતના હથિયારો વડે માર મારી અત્યાચાર ગુજારવાના ચકચારભર્યા કેસમાં 4 પોલીસ અધિકારી સહિત કુલ 42 આરોપીઓની ધરપકડ થઇ હતી. ઉનાકાંડ બાદ સમગ્ર દેશભરમાં દલિત સમાજમાં બહુ ઘેરા પ્રત્યાઘાત પડયા હતા અને સ્ફોટક સ્થિતિ બની હતી. માત્ર ગુજરાતમાં જ હુલ્લડના 74 બનાવો બન્યા હતા, જેમાં એક પોલીસ કર્મીનું મોત નોંધાયું હતું, જયારે કરોડો રુપિયાની જાહેર મિલકતોને નુકસાન થયુ હતું.