Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ગાંધીનગર : VIDEO: CM Bhupendra Patel held a meeting and directed to help farmers regarding the damage caused by unseasonal rain

VIDEO: CM ભૂપેન્દ્ર પટેલે બેઠક યોજી માવઠાથી નુકસાન અંગે ખેડૂતોને મદદ માટે નિર્દેશ આપ્યા

Timeછેલ્લું અપડેટ : 01 Nov 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાજેતરમાં રાજ્યમાં થયેલા કમોસમી વરસાદ અને વાતાવરણમાં આવેલા પલટાને કારણે ખેતી પાકોને થયેલા નુકસાન અંગે ખેડૂતોને મદદ કરવા માટે દિશાનિર્દેશો આપ્યા છે.મુખ્યમંત્રીએ ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજીને જુદા-જુદા જિલ્લાઓમાં ખેતી પાકોને થયેલા નુકસાનના સર્વે સહિતની બાબતોને પ્રાથમિકતા આપવા જણાવ્યું હતું.

App Store

મુખ્યમંત્રીએ આપદાના સમયે ધરતીપુત્રોની પડખે ઊભા રહેવા માટે સંવેદનશીલતા દાખવી છે. આ મહત્વપૂર્ણ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી પણ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હતા અને જિલ્લાવાર નુકસાનની વિગતો રજૂ કરી હતી. આ ઉપરાંત, મુખ્ય સચિવ એમ.કે.દાસ, કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રીમતી અંજુ શર્મા સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.ટૂંક સમયમાં જ સર્વે પૂર્ણ થયા બાદ રાજ્ય સરકાર દ્વારા સહાય પેકેજની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.