Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ગાંધીનગર : : To fulfill your wishes, take advantage of the havan by making 108 alliances on the Nadachhadi.

શ્રી ઘંટાકર્ણવીરનો ચમત્કારિક હવન, ઘેર બેઠાં આ અદ્ભૂત ક્ષણની અનુભતિનો કરો સાક્ષાત્કાર GSTVના તમામ પ્લેટફોર્મના માધ્યમથી

Timeછેલ્લું અપડેટ : 20 Oct 2025
લાઇવ ટીવીGoogle News
શ્રી ઘંટાકર્ણવીરનો ચમત્કારિક હવન, ઘેર બેઠાં આ અદ્ભૂત ક્ષણની અનુભતિનો કરો સાક્ષાત્કાર GSTVના તમામ પ્લેટફોર્મના માધ્યમથી
સોર્સ : gstv

મહુડી જૈન મંદિરે વર્ષમાં એક વાર શ્રી ઘંટાકર્ણવીરનો ચમત્કારિક હવન કરવામાં આવે છે, જે આજે બપોરે 13.39 કલાકે શરૂ થશે. કાળી ચૌદસના પવિત્ર દિવસે વહેલી સવારથી જૈન પરિવારો અને દાદાના ભક્તો મોટી સંખ્યામાં પવિત્ર યાત્રાધઆમ મહુડી પધારે છે, અને હવનમાં જોડાઈને ચમત્કારિક મંત્રના 108 જાપ કરવાની સાથે સાથે નાડાછ઼ીની ગાંઠ વાળતા હોય છે. 12.39 વાગ્યાના શુભ મુહૂર્તે હવન શરૂ થાય છે.

App Store

હવન સમયે 108 વખત ઘંટારવ કરીને દરેક ઘંટનાદ સાથે હવનમાં આહુતિ આપવામાં આવતી હોય છે,

હવન સમયે 108 વખત ઘંટારવ કરીને દરેક ઘંટનાદ સાથે હવનમાં આહુતિ આપવામાં આવતી હોય છે, આ આહુતી સમયે મંદિર પરિસરમાં હાજર શ્રદ્ધાળુઓ નાડાછડી-દોરી પર એક એક ગાંઠ બાંધવામાં આવે છે, વર્ષમાં એકવાર થતી સુપ્રસિદ્ધ જૈન તીર્થ મહુડીમાં બિરાજમાન શ્રી ઘંટાકર્ણવીરની પ્રક્ષાલન વિધિ સહિત ધૂપ, ફુલ આભૂષણ અને કેસર પૂજાનું અનેરું મહત્વ છે.

ધૂપ, ફુલ આભૂષણ અને કેસર પૂજાનું અનેરું મહત્વ

આ વિધિમાં વીરના જમણા અંગુઠે કેસર પૂજા કરવામાં આવે છે. આ દિવસે શ્રદ્ધાળુઓ પગના અંગૂઠાથી માથા સુધીની સાડા પાંચ ફૂટ લંબાઈ ધરાવતી નાડાછડી અથવા લાલ રંગની કંદોરીની 108 ગાંઠો વાળે છે. પહેલો ડંકો વાગે જૈન-જૈનેતર ભાવિકો દ્વારા નાડાછડીની 1 ગાંઠ વાળવામાં આવે છે.અને આવી રીતે 108 ગાંઠ પૂર્ણ કરવામાં આવે છએ. સર્વ મનોકામના પૂરી કરતાં 108 ગાંઠોનો દોરો અતિ પવિત્ર ગણવામાં આવે છે.જેને ભાવિકો સાચવી રાખે છે.

ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકામાં આવેલા મહુડી ગામનું ઐતિહાસિક નામ મધુપુરી છે. અહીં પ્રખ્યાત જૈન મંદિરો આવેલા છે. જેમાં તેમની પ્રતિમાની પૂજા કરવામાં આવે છે. બુદ્ધિસાગરસૂરિને સમર્પિત મંદિર પછીથી સ્થાપિત કરવામાં આવ્યું છે. મહુડી જૈન મંદિરની સ્થાપના જૈન મુનિ બુદ્ધિસાગર સૂરી દ્વારા કરવામાં આવ્યું હતું.