Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ગાંધીનગર : 'Stop taking out public processions of accused', in-charge DGP of gujarat

Gandhinagar news: 'આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢવાનું બંધ કરો', ઇન્ચાર્જ DGPએ પોલીસને આપ્યો કડક આદેશ

Timeછેલ્લું અપડેટ : 13 May 2026
લાઇવ ટીવીGoogle News
Gandhinagar news: 'આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢવાનું બંધ કરો', ઇન્ચાર્જ DGPએ પોલીસને આપ્યો કડક આદેશ
સોર્સ : Google, AI

 ગુજરાતમાં આરોપીઓના જાહેરમાં વરઘોડા કાઢવાના પોલીસના વલણ સામે ઈન્ચાર્જ DGP કે.એલ.એન. રાવે ચેતવણી ઉચ્ચારી છે. DGPએ સ્પષ્ટ શબ્દોમાં આદેશ કર્યો છે કે, 'આરોપીના વરઘોડા કાઢવાનું બંધ કરો.'

App Store

આરોપીના વરઘોડા કાઢવાનું બંધ કરો : ઈન્ચાર્જ DGP 

ગુજરાત પોલીસ દ્વારા આરોપીઓએ ગુનાહિત સ્થળે અથવા જાહેર સ્થળે લઈ જઈને  વરઘોડા કાઢવાની પદ્ધતિ સામે DGPએ કડક વલણ અપનાવ્યું છે. આ મામલે DGPએ લેખિતમાં આદેશ જાહેર કર્યો છે. જેમાં જણાવ્યું છે કે, આરોપીનું જાહેરમાં સરઘસ કાઢી નહીં શકાય અને તેમની સાથે અમાનવીય વ્યવહાર કરવું નહીં. આમ, આરોપીને જાહેરમાં લાત કે લાકડી મારવી નહીં. તેમજ તેમની પાસે જાહેરમાં માફી મંગાવી નહીં.'

સરઘસ અને વરઘોડાના નામે આરોપી સાથે કરાતા વર્તનને લઈને કડકાઈ દાખવતા DGPએ જણાવ્યું કે, 'આરોપીઓ સાથે ગેરવર્તણૂક કરવી નહીં. આરોપીઓ સાથે આ પ્રકારનું વર્તન થશે તો ઉચ્ચ કક્ષાએ જવાબ આપવો પડશે.' આમ, ગુજરાત હાઈકોર્ટના આદેશને પગલે નિર્ણય લેવામાં આવ્યો છે.