Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ગાંધીનગર : Separate bank account mandatory for candidates, control of election expenses transactions

VIDEO: ઉમેદવારો માટે અલગ બેંક ખાતું ફરજિયાત, ચૂંટણી ખર્ચના વ્યવહારો પર નિયંત્રણ

Timeછેલ્લું અપડેટ : 16 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ગાંધીનગરમાં રાજ્ય ચૂંટણી આયોગે મહાનગરપાલિકા ચૂંટણીને લઈને ઉમેદવારો માટે ચૂંટણી ખર્ચના નિયમો અંગે પરિપત્ર જાહેર કર્યો છે. હવે ચૂંટણી ખર્ચ માટે ઉમેદવારે અલગ બેંક ખાતું ખોલાવવું ફરજિયાત રહેશે. ઉમેદવારીપત્ર ભરવાના ઓછામાં ઓછા એક દિવસ પહેલાં આ ખાતું ખોલાવવાનું રહેશે. ખાતું ઉમેદવારના નામે અથવા ઉમેદવાર અને ચૂંટણી એજન્ટના સંયુક્ત નામે ખોલી શકાશે. ચૂંટણી સંબંધિત તમામ આવક અને ખર્ચના વ્યવહાર આ જ ખાતામાંથી કરવાના રહેશે. 10 હજાર રૂપિયાથી વધુનું દાન અથવા લોન રોકડમાં સ્વીકારી શકાશે નહીં. જ્યારે 10 હજારથી વધુનો ખર્ચ ચેક, આરટીજીએસ, એનઈએફટી અથવા ડિજિટલ માધ્યમથી કરવાનો રહેશે. ઉમેદવારીપત્ર ભરતી વખતે બેંક ખાતાની વિગતો ચૂંટણી અધિકારીને આપવી ફરજિયાત રહેશે.

App Store