CID ક્રાઈમની આર્થિક ગુના નિવારણ શાખામાં સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા સર્ચ ઓપરેશન, PSI સિસોદિયા સસ્પેન્ડ
CID ક્રાઈમના આર્થિક ગુના નિવારણ શાખામાં સ્ટેટ મોનીટરીંગ સેલે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. EOWના PSI સિસોદિયાને હાલ સ

CID ક્રાઈમના આર્થિક ગુના નિવારણ શાખામાં સ્ટેટ મોનીટરીંગ સેલે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. EOWના PSI સિસોદિયાને હાલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. PSI પાસે આર્થિક ગુના નિવારણ વિભાગની ઘણી બધી તપાસો છેલ્લા ઘણાં સમયથી પેન્ડિંગ હતી. CID ક્રાઈમના EOW વિભાગની કાર્ય પદ્ધતિ સુધારવા માટે SMC હાલ તપાસ કરી રહી છે. SMC ના DIG નિર્લિપ્ત રાયને સમગ્ર તપાસ કરીને રિપોર્ટ રાજ્ય પોલીસ વડાને સોંપવામાં સૂચના આપવામાં આવી છે.
PSI સિસોદિયાને સસ્પેન્ડ કરવામાં આવ્યા
રાજ્ય પોલીસ વડાની સૂચનાથી ગાંધીનગર CID ક્રાઈમના આર્થિક ગુના નિવારણ વિભાગમાં તપાસ હાથ ધરવામાં આવી છે. EOWના PSI સિસોદિયા પાસે ઘણા લાંબા સમયથી ઘણી બધી તપાસોની અરજીઓ પેન્ડિંગ હતી. જેને પગલે પીએસઆઈ સિસોદિયાને બુધવારના રોજ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, રાજ્ય પોલીસ વડાની સૂચનાથી સ્ટેટ મોનેટરીંગ સેલના ડીઆઈજી નિર્લિપ્ત રાય અને તેમની ટીમ દ્વારા હાલ તપાસ કરવામાં આવી રહી છે.
સ્ટેટ મોનેટરીંગ સેલની ટીમ દ્વારા હાલ તપાસ ચાલી રહી છે
CID ક્રાઈમના EOW વિભાગમાં ચાલતી કાર્ય પદ્ધતિનું મૂલ્યાંકન કરવું તથા કાર્ય પ્રણાલીની અંદર સુધારો કરવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. છેલ્લા ઘણા સમયથી ગાંધીનગર CID ક્રાઈમના EOW વિભાગમાં ચાલતી લાલિયાવાડી તથા બેદરકારી અંગેની અનેક મૌખિક રજૂઆતો ધ્યાને આવી હતી. જેના બાદ વિભાગીય સુધારા કરવા માટે સ્ટેટ મોનીટરીંગ સેલને સૂચના આપવામાં આવી છે.
અરજીઓ તથા ઠગાઈની ફરિયાદોમાં પોલીસે શું કામગીરી કરી તેની તપાસ
ત્યારે હાલના તબક્કે CID ક્રાઈમના EOW વિભાગમાં મહત્વની અરજીઓ તથા કરોડો રૂપિયાની ઠગાઈની ફરિયાદોમાં પોલીસ દ્વારા શું કામગીરી કરવામાં આવી છે તે દિશામાં તપાસ ચાલી રહી છે. મુખ્યત્વે EOW વિભાગમાં ફરજ બજાવતા PSI સિસોદિયા પાસે જેટલી પણ તપાસની અરજીઓ હતી તેમાં બેદરકારી રાખવા બદલ તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.




