Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ગાંધીનગર : Scorching heat wreaks havoc in the state, 42.8 degrees Celsius recorded in Surendranagar

રાજ્યમાં કાળઝાળ ગરમીનો કહેર, સુરેન્દ્રનગરમાં સૌથી વધુ 42.8 ડિગ્રી ગરમી નોંધાઈ

Timeછેલ્લું અપડેટ : 11 Mar 2025
લાઇવ ટીવીGoogle News
રાજ્યમાં કાળઝાળ ગરમીનો કહેર, સુરેન્દ્રનગરમાં સૌથી વધુ 42.8 ડિગ્રી ગરમી નોંધાઈ

હજી માર્ચ મહિનો ચાલી રહ્યો છે ત્યારે ગરમી એની ચરમસીમાએ પહોંચી છે. હોળી-ધૂળેટીના તહેવારો આડે માત્ર ગણતરીના દિવસો બાકી છે અને ગુજરાતમાં કાળઝાળ ગરમી વરસી રહી છે. બપોર થતાની સાથે રસ્તાઓ સુમસામ થઈ જતા હોય છે. હજી આખો માર્ચ મહિનો પૂરો થવાનો બાકી છે અને ગરમી 
ચટકારા મારતી શરૂ થઈ ગઈ છે. રાજ્યમાં આજે સૌથી વધુ ગરમી સુરેન્દ્રનગરમાં 42.8 ડિગ્રી સાથે રાજ્યમાં સૌથી વધુ તાપમાન નોંધવામાં આવ્યું છે.

App Store

ગરમી પડવાની શરૂ થઈ
આજે રાજ્યમાં ભીષણ ગરમી પડી હતી. જેમાં અમદાવાદમાં 41.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે  રાજ્યના 14 જિલ્લાઓમાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચી ગયા હતા. આજે રાજ્યમાં સૌથી વધુ 42.8 ડિગ્રી સુરેન્દ્રનગરમાં નોંધાયું હતું. જ્યારે ડીસા 41.6, ગાંધીનગર 41.2, વલ્લભ વિદ્યાનગર 41.9, ભૂજ 42.4 ડિગ્રી, વડોદરામાં 41.2 ડિગ્રી જ્યારે નલિયામાં 41.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.  

આ ઉપરાંત અમરેલીમાં 41.6 પોરબંદરમાં 41 ડિગ્રી તાપમાન રાજકોટમાં 42.3 જ્યારે કેશોદમાં 41.9 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

 આવતીકાલે પણ ગુજરાતમાં હીટવેવની શક્યતા 

આવતીકાલે એટલે કે, 12 માર્ચ બુધવારે અમદાવાદ, ગાંધીનગર, આણંદ અને, સુરતમાં ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવ્યું છે. આ સિવાય કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, બનાસકાંઠા અને, રાજકોટમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. જ્યારે પોરબંદર, ભાવનગર અને, સાબરકાંઠામાં પણ યલો એલર્ટ છે. સમુદ્રકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજયુક્ત હવામાન રહેવાની શક્યતા છે.