Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ગાંધીનગર : ₹400 crore scam of Shoot Space Digital in Gandhinagar, remand of two accused approved

VIDEO : ગાંધીનગરમાં શૂટ સ્પેસ ડિજિટલનું ₹400 કરોડનું કૌભાંડ, બે આરોપીઓના રિમાન્ડ મંજૂર

Timeછેલ્લું અપડેટ : 23 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ગાંધીનગર શૂટ સ્પેસ ડિજિટલ પ્રાઇવેટ લિમિટેડમાં કરોડોના કૌભાંડ કેસમાં ડભોડા પોલીસ મથકે જીપીઆઇડી કાયદા અંતર્ગત ફરિયાદ નોંધાઈ છે. આ મામલે પોલીસે આરોપી અરુણ પટેલ અને સચિન પટેલની ધરપકડ કરી જજના નિવાસસ્થાને રજૂ કર્યાં છે. કોર્ટે આરોપીઓના 2 જુન બપોરે 4 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે.  અંદાજિત 400 કરોડના કૌભાંડમાં 18 મુદ્દાના આધારે રિમાન્ડની માગ થઈ હતી. પકડાયેલા બંને આરોપીઓ દ્વારા કંપનીના પ્રતિનિધિ તરીકે અલગ અલગ માણસને પ્રલોભન આપી રોકાણ કરાવ્યું હતું. રાષ્ટ્રીયકૃત બેંકો તેમજ ઔદ્યોગિક એકમો દ્વારા ચૂકવવામાં આવતા વ્યાજ કરતા ઊંચું વળતર આપતા હતા તે અંગે પણ તપાસ થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે, આ સમગ્ર ખેલમાં રાજસ્થાનના ઉદયપુરમાં વાર્ષિક સમારોહ યોજવામાં આવતા અને તેમાં ઊંચું વળતર આપવાની લાલચ આપવામાં આવતી હતી. આ કેસમાં મુખ્ય આરોપી ઉત્પલ પટેલ હજુ પણ પોલીસ પકડથી દૂર છે.

App Store