Ganddhinagar news: આંતરરાષ્ટ્રીય ટેરર ફંડિંગ નેટવર્કનો પર્દાફાશ, CID ક્રાઈમે 20 આરોપીઓની કરી ધરપકડ
ગુજરાત CID ક્રાઈમે અત્યાર સુધીનો સૌથી મોટો ધડાકો કરતા કરોડોના આંતરરાષ્ટ્રીય ટેરર ફંડિંગ નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. હમાસ અને હુથી જેવા આતંકી સંગઠનો સાથે ક્રિપ્ટો કરન્સીથી લેવડ-દેવડ કરનારી ગેંગનો CID ક્રાઈમે પર્દાફાશ કર્યો છે. આ કેસમાં 20 આરોપીની ધરપકડ કરાઈ છે. આરોપીઓમાં અમદાવાદના 5 અને મુંબઈનો 1 મુખ્ય સૂત્રધાર સામેલ છે. ક્રિપ્ટો વોલેટની તપાસમાં 226.54 કરોડ રૂપિયાના શંકાસ્પદ વ્યવહારો મળી આવ્યા છે. જેમાં ઇઝરાયેલ દ્વારા પ્રતિબંધિત આતંકી સંગઠન હમાસ સાથે નાણાકીય વ્યવહારોની પોલ ખુલી છે.
અમદાવાદના પૂર્વ કાઉન્સિલર અફસાના ચિસ્તીનો દીકરો ફૈઝઅહમદ ચિસ્તી પણ સીઆઈડીના સકંજામાં આવ્યો છે. જે પૈકી મુખ્ય 6 આરોપીઓને કોર્ટમાં રજૂ કરી 14 દિવસના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરાઈ છે. આરોપીઓ ક્રિપ્ટો વોલેટ અને ડાર્કવેબના માધ્યમથી ઇઝરાયેલના કટ્ટર દુશ્મન ગણાતા આતંકી સંગઠન 'હમાસ' અને હુથી ને કરોડો રૂપિયાનું ફંડિંગ મોકલતા હતા. મુખ્ય આરોપી મોહસીન મોલા અગાઉ 2013માં બોગસ કોલસેન્ટર કેસમાં પકડાયો હતો. તેના સાથીદારો હાલ લંડનની જેલમાં બંધ છે અને ત્યાંથી મોહસીનને ફંડ મોકલતા હતા.

