Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ગાંધીનગર : Operation Deportation: 18 Gujarati families returned from America in 3 flights

ઓપરેશન ડિપોર્ટેશન: 3 ફ્લાઇટમાં અમેરિકાથી પરત આવ્યા 18 ગુજરાતી પરિવારો, પોલીસ એન્જસીનું ભેદી મૌન

Timeછેલ્લું અપડેટ : 02 Mar 2025
લાઇવ ટીવીGoogle News
ઓપરેશન ડિપોર્ટેશન: 3 ફ્લાઇટમાં અમેરિકાથી પરત આવ્યા 18 ગુજરાતી પરિવારો, પોલીસ એન્જસીનું ભેદી મૌન

અમેરિકામાં નવા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટાયા બાદ ડિપોર્ટેશન મામલે કડક વલણ અપનાવવામાં આવી રહ્યું છે. ભારત સહિત અનેક દેશના ગેરકાયદેસર ઘૂષણખોરી કરી રહેલા નાગરિકોને પરત તેમના દેશમાં ડિપોર્ટ કરવામાં આવી રહ્યાં છે. આ માટે અમેરિકાની ગુપ્તચર એજન્સીઓ અને એમાં પણ ICE મોટોભાગ ભજવી રહી છે. અમેરિકાથી અત્યાર સુધીમાં ચાર ફ્લાઇટ ભારત આવી ચુકી છે જેમાં 390થી વધુ લોકોને ડિપોર્ટ કરવામાં આવ્યા છે. મહત્ત્વની વાત એ છે કે આ 390 લોકોમાં 70થી વધુ ગુજરાતીઓનો સમાવેશ થાય છે. અમેરિકાએ પરત મોકલેલ ચાર ફ્લાઇટમાં 70થી વધુ ગુજરાતીઓમાં 18 પરિવારોનો સમાવેશ થાય છે. આ 18 પરિવારોમાં બે વર્ષથી લઇને 40 વર્ષ સુધીના લોકો ભારત પરત આવ્યા છે.

App Store

અમેરિકાથી ડિપોર્ટ થયેલા લોકોમાં ઉત્તર ગુજરાતના સૌથી વધુ

અમેરિકાથી ડિપોર્ટ થયેલા ગુજરાતીઓમાં સૌથી વધુ ઉત્તર ગુજરાતના લોકો હોવાનું સામે આવ્યું છે જેમાં મોટાભાગે મહેસાણા, પાટણ અને ગાંધીનગર જિલ્લાના લોકોનો સમાવેશ થાય છે. અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા 18 ગુજરાતી પરિવારો ઉત્તર ગુજરાતના જ છે. અમેરિકાથી ગેરકાયદેસર રીતે પરત ફરેલા ગુજરાતીઓને પોલીસે તેમના ઘરે સહી સલામત પહોંચાડી તો દીધા પણ કોઇ પણ પ્રકારની ફરિયાદ નોંધવામાં આવી નથી. પોલીસે ડિપોર્ટ કરાયેલા લોકો પાસેથી માત્ર એજન્ટના નામ અને નંબર લઇ લીધા છે પણ હજુ સુધી કાર્યવાહી માત્ર કાગળ પર જ છે.

છેલ્લા 11 મહિનાથી ચાલી રહ્યું હતું ઓપરેશન ડિપોર્ટેશન

અમેરિકામાં છેલ્લા 11 મહિનાથી ગેરકાયદેસર ઘૂષણખોરી કરતા લોકો ઉપર અમેરિકન સરકાર દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે.અમેરિકાની ગુપ્તચર એજન્સીઓને ઇનપુટ હતા કે આગામી સરકાર ટ્રમ્પની બનવા જઇ રહી છે જેના પગલે અમેરિકનની ગુપ્તચર એજન્સીઓએ ગેરકાયદેસર વસતા લોકો સામે ઓપરેશન ડિપોર્ટેશન ચાલુ કર્યું હતું જેમાં અત્યાર સુધી 18 હજાર જેટલા અન્ય દેશોના લોકોની અટકાયત અને ઓળખ થઇ ચુકી છે.આ 18 હજાર લોકો અમેરિકામાં ઘુષણખોરી કરતા સમયે ઝડપાયા છે અથવા તો ત્યા ગેરકાયદેસર રીતે રહેતા હોય તેવું જાણવા મળ્યું છે.

અમેરિકાની ગુપ્તચર એજન્સીઓ ધરપકડ બાદ કરે છે ટોર્ચર

અમેરિકાની ગુપ્તચર એજન્સીઓ દેશમાં ઘુષણખોરી કરતા લોકોને બોર્ડર પરથી જ પકડીને એક ડિટેન્શન સેન્ટરમાં લઇ જાય છે જ્યાં તેમને છ મહિનાથી વધુ સમય સુધી રાખવામાં આવે છે. શરૂઆતના એક-દોઢ મહિના સુધી પકડાયેલા ઘૂષણખોરોને માનસિક ટોર્ચર કરીને અમેરિકાને કોઇ પણ પ્રકારનું નુકસાન કરવા આવ્યા છે કે કેમ તેની તપાસ કરે છે. આ ડિટેન્શન સેન્ટરમાં એક-દોઢ મહિનો ટોર્ચર કરાયા બાદ અમેરિકાની ગુપ્તચર એજન્સીઓ પકડાયેલા લોકોમાંથી શંકાસ્પદ લાગતા લોકોને તુરંત જ પોતાના દેશમાં ડિપોર્ટ કરે છે અને અન્ય લોકોને છ મહિના બાદ લો રિસ્કવાળા નાગરિકોને 'એલિયન'નો ટેગ આપી અમેરિકામાં છોડી દેવામાં આવે છે. 

અમેરિકામાં રાત-દિવસ ચાલી રહી છે રેડ

અમેરિકાની ગુપ્તચર એજન્સીઓ દ્વારા સમગ્ર દેશમાં ગેરકાયદેસર શરણાર્થીઓને પકડી પાડવા માટે દરોડા પાડવામાં આવી રહ્યાં છે જેમાં બાર-કેફે, સ્કૂલ-કોલેજ, યૂનિવર્સિટી અને પબ્લિક પ્લેસમાં કામ કરતા સ્ટોર્સમાં રેડ પાડવામાં આવી રહી છે જેના કારણે અત્યારે ગેરકાયદેસર અમેરિકામાં ઘુસેલા લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.

વિદેશ મંત્રાલયે આપી માહિતી

ભારતના વિદેશ મંત્રાલયે ડિપોર્ટેશન મામલે રાજ્યસભામાં આંકડા રજૂ કર્યા હતા. અત્યારે ચાલી રહેલા ડિપોર્ટેશન મામલે વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, અમેરિકન સરકાર દ્વારા અત્યાર સુધીમાં 487 નાગરિકોનું લિસ્ટ આપવામાં આવ્યું છે જેમાંથી 298 જેટલા લોકોની ઓળખ કરવામાં આવી છે. વિદેશ મંત્રાલયે વધુમાં જણાવ્યું હતું કે વર્ષ 2009થી અત્યાર સુધીમાં 15 હજાર 668 લોકોને ભારત ડિપોર્ટ કરવામાં આવ્યા છે.