Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Punjab 40 travel agents Licenses cancelled, government take action

પંજાબના 40 ટ્રાવેલ એજન્ટોનું લાયસન્સ રદ, અમેરિકા ડિપોર્ટેશન બાદ સરકારની મોટી કાર્યવાહી

Timeછેલ્લું અપડેટ : 24 Feb 2025
લાઇવ ટીવીGoogle News
પંજાબના 40 ટ્રાવેલ એજન્ટોનું લાયસન્સ રદ, અમેરિકા ડિપોર્ટેશન બાદ સરકારની મોટી કાર્યવાહી

અમેરિકાથી દેશનિકાલ કરાયેલા અને ભારત પહોંચેલા ભારતીય નાગરિકોને લઈને પંજાબ સરકાર સતત કાર્યવાહી કરી રહી છે. આજે (24મી ફેબ્રુઆરી) અમૃતસર પ્રશાસને આ મામલે ટ્રાવેલ એજન્ટો સામે મોટી કાર્યવાહી કરી છે. અમૃતસરના 40 જેટલા ટ્રાવેલ એજન્ટો સામે કાર્યવાહી કરવામાં આવી છે અને તેમના લાઈસન્સ રદ કરી દેવામાં આવ્યા છે.

App Store

અહેવાલો અનુસાર, અમેરિકાથી પનામા મોકલવામાં આવેલા 12 ભારતીય નાગરિકોને લઈને એક ફ્લાઇટ રવિવારે (23મી ફેબ્રઆરી) સાંજે નવી દિલ્હીના ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પહોંચી હતી. પનામાથી પરત લાવવામાં આવેલા ભારતીયોનો આ પહેલું ગ્રુપ હતું. અગાઉ અમેરિકાએ ગેરકાયદે રીતે અમેરિકામાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહેલા લગભગ 332 ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને ડિપોર્ટેશન કર્યા હતા.