Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ગાંધીનગર : Now the objective paper of TET-1 has been changed for the examinees, know what will be the benefit

હવે પરિક્ષાર્થીઓને TET-1 ના હેતુલક્ષી પેપરમાં કર્યો ફેરફાર, જાણો શું થશે ફાયદો

Timeછેલ્લું અપડેટ : 24 Sept 2025
લાઇવ ટીવીGoogle News
હવે પરિક્ષાર્થીઓને TET-1 ના હેતુલક્ષી પેપરમાં કર્યો ફેરફાર, જાણો શું થશે ફાયદો
સોર્સ : GSTV

ગુજરાતના શિક્ષણ વિભાગે પ્રાથમિક શિક્ષક યોગ્યતા કસોટી (TET-1)ના નિયમોમાં સુધારો કર્યો છે. 20 એપ્રિલ, 2019ના ઠરાવમાં કરવામાં આવેલા આ સુધારા મુજબ,  હવે TET-1ની પરીક્ષાના સમયગાળામાં વધારો કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી ઉમેદવારોને પ્રશ્નપત્ર ઉકેલવા માટે વધુ સમય મળશે.

App Store

પરીક્ષાના સમયગાળામાં વધારો

નોંધનીય છે કે અગાઉ, પ્રાથમિક શિક્ષકો માટેની યોગ્યતા પરીક્ષા TET 1 અને 2 માટેનો હેતુલક્ષી પરીક્ષાનો સમયગાળો કુલ 90 મિનિટનો હતો, જેમાં પ્રશ્નપત્રના તમામ વિભાગોનો સમાવેશ થતો હતો. જોકે, હવે TET-1માં આ સમયગાળો વધારીને 120 મિનિટ (2 કલાક) કરવામાં આવ્યો છે. 

પરીક્ષાર્થીઓને રાહત

આ નિર્ણયનો મુખ્ય હેતુ પરીક્ષાર્થીઓને પૂરતો સમય આપીને શાંતિથી અને સચોટ રીતે પ્રશ્નોના જવાબ આપવાની તક પૂરી પાડવાનો છે. આ સુધારા બાદ પરીક્ષાની તૈયારી કરી રહેલા ઉમેદવારોને મોટી રાહત મળશે.