Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ગાંધીનગર : Major accident in Kudasan, Gandhinagar; Crane collapses at under-construction site

VIDEO: ગાંધીનગરના કુડાસણમાં મોટી દુર્ઘટના; નિર્માણાધીન સાઇટ પર ક્રેઈન ધરાશાયી, 10થી 15 શ્રમિકો દબાયા હોવાની આશંકા

Timeછેલ્લું અપડેટ : 09 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ગાંધીનગરના કુડાસણ વિસ્તારમાં નિર્માણાધીન બિલ્ડિંગની કન્સ્ટ્રક્શન સાઇટ પર મોટી દુર્ઘટના સર્જાઈ છે. સાઇટ પર કામ દરમિયાન અચાનક મહાકાય ક્રેઈન તૂટી પડતાં આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. ક્રેઈન ધડાકાભેર નીચે પટકાતા કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ કરી રહેલા શ્રમિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. 

App Store

 રેસ્ક્યુ કામગીરી શરૂ

પ્રાથમિક માહિતી મુજબ, ક્રેઈન અને કાટમાળ નીચે આશરે 10થી 15 જેટલા શ્રમિકો દબાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક યુદ્ધના ધોરણે રેસ્ક્યુ કામગીરી શરૂ કરવામાં આવી છે.

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ફાયર બ્રિગેડની ચારથી વધુ ગાડીઓ તેમજ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે. દબાયેલા શ્રમિકોને બહાર કાઢવા માટે રેસ્ક્યુ ટીમો દ્વારા પુરજોશમાં કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવા 108 એમ્બ્યુલન્સ પણ તૈનાત કરવામાં આવી છે. હાલ રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે અને કેટલા શ્રમિકો ઇજાગ્રસ્ત થયા છે? તે અંગેની વધુ વિગતો કામગીરી પૂર્ણ થયા બાદ સામે આવશે.