Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ગાંધીનગર : Livestock Diet Bill Passed in Legislative Assembly

VIDEO: પશુધન આહાર બિલ વિધાનસભામાં પસાર

Timeછેલ્લું અપડેટ : 10 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ગુજરાત વિધાનસભા ગૃહમાં પશુધન આહાર અને મરઘાં ચણ અંગેનું મહત્વપૂર્ણ બિલ પસાર થયું છે. WHOની માર્ગદર્શિકાને આધારિત આ બિલ હેઠળ પશુ આહારના વેચાણ માટે લાઇસન્સ ફરજિયાત કરવામાં આવ્યું છે અને સમયાંતરે આહારનું ચેકિંગ કરવામાં આવશે. ભ્રામક જાહેરાતો અને ખોટા લેબલિંગ સામે કાર્યવાહી સાથે દંડ અને સજાની જોગવાઈ કરવામાં આવી છે. ભ્રામક બ્રાન્ડિંગ બદલ 3 લાખ રૂપિયા સુધીનો દંડ અને એક વર્ષ માટે લાઇસન્સ સસ્પેન્ડ કરવાની જોગવાઈ છે, જ્યારે ભેળસેળયુક્ત આહારથી પશુનું મૃત્યુ થાય તો 10 લાખ રૂપિયા સુધીનો દંડ અને લાઇસન્સ રદ કરવાની જોગવાઈ છે. ઘરે પશુ આહાર બનાવતા ખેડૂતોને કાયદામાંથી બાકાત રાખવામાં આવ્યા છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પણ બિલને સમર્થન આપ્યું હતું.

App Store