VIDEO: ૨૦૩૦ કૉમનવેલ્થ ગેમ્સ પહેલાં ગુજરાતમાં યોજાશે હાઈરોક્સ અને આયર્નમેન ટ્રાયથ્લોન ઇવેન્ટ્સ
સોર્સ : gstv
ગુજરાત ટુરિઝમ, હાઈરોક્સ અને આયર્નમેન ઇન્ડિયાના સંયુક્ત ઉપક્રમે રાજ્યમાં બે મોટી ફિટનેસ ઇવેન્ટ્સનું આયોજન થવા જઈ રહ્યું છે. ૨૬ થી ૨૮ નવેમ્બર દરમિયાન ગાંધીનગરમાં 'હાઈરોક્સ ગુજરાત' યોજાશે, આ ઉપરાંત, ૧૪ ફેબ્રુઆરીએ અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે દુનિયાની સૌથી કઠિન ગણાતી 'હાફ આયર્નમેન' સ્પર્ધા યોજાશે. ૨૦૩૦ કૉમનવેલ્થ ગેમ્સ પહેલાં આ બંને ઇવેન્ટ્સ ગુજરાતના ખેલકૂદ ક્ષેત્રને નવો ઉત્સાહ આપશે.

