Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ગાંધીનગર : Hand over the investigation of Vande Mataram case to the House Committee on Special Powers

VIDEO: વંદે માતરમ્ મામલાની તપાસ ગૃહની વિશેષ અધિકાર સમિતિને સોંપી

Timeછેલ્લું અપડેટ : 11 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ગુજરાત વિધાનસભામાં ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા દ્વારા વંદે માતરમ્ ગાનના અપમાનનો મામલો ગરમાયો છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા રજૂ કરાયેલા પોઇન્ટ ઓફ ઓર્ડર બાદ વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ આ સમગ્ર મામલાની તપાસ ગૃહની વિશેષ અધિકાર સમિતિને સોંપી છે  વિધાનસભા અધ્યક્ષે વીડિયો ફૂટેજની તપાસ કર્યા બાદ જણાવ્યું હતું કે ઇમરાન ખેડાવાલા વંદે માતરમ્ શરૂઆતમાં ઊભા થયા હતા, પરંતુ ગાન ચાલુ હતું ત્યારે બેસી ગયા હતા. ગરિમા જાળવીને ઊભા રહેવાના બદલે બેસી જઈને રાષ્ટ્રગાન અને અધ્યક્ષના આદેશનું અપમાન કરવામાં આવ્યું છે પોઇન્ટ ઓફ ઓર્ડર રજૂ થયો ત્યારે ખેડાવાલા ગૃહમાં હાજર ન હોવાથી તેમણે ખુલાસાની તક ગુમાવી હતી. ગૃહમાં સ્પષ્ટતા કરવાના બદલે તેમણે મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરી હતી. આ ઘટના અત્યંત ગંભીર હોવાથી કન્ટેમ્પ્ટ ઓફ હાઉસ મુજબ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

App Store