VIDEO: ભગવાન જગન્નાથજીની રથયાત્રા સંદર્ભે ગુજરાત પોલીસ એલર્ટ, સમગ્ર રાજ્યમાં ચુસ્ત બંદોબસ્ત તૈનાત
સોર્સ : gstv
ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને ગુજરાત પોલીસ એલર્ટ મોડ પર છે અને રાજ્યભરમાં ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. ગાંધીનગર ખાતે આવેલા રાજ્ય કક્ષાના હાઈટેક CCTV કમાન્ડ કંટ્રોલ સેન્ટર 'નેત્રમ'થી રથયાત્રા પર પળેપળની તીક્ષ્ણ નજર રાખવામાં આવશે. રાજ્યના પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકે પોતે 'નેત્રમ' સેન્ટરની રૂબરૂ મુલાકાત લઈ સમગ્ર સુરક્ષા વ્યવસ્થાની વિગતવાર સમીક્ષા કરી હતી અને ત્યાં ફરજ બજાવતી ટીમને મોનિટરિંગ અંગે મહત્વની સૂચનાઓ આપી હતી. કોઈ પણ અનિચ્છનીય બનાવ અટકાવવા આ વર્ષે આધુનિક ટેક્નોલોજીનો મહત્તમ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

