Gujarat news: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચાર પડઘમ આજ સાંજથી શાંત, રાજકીય પક્ષો લગાવશે એડીચોટીનું જોર

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચાર પડઘમ આજે સાંજથી શાંત થઈ જશે. તો બીજી તરફ મતદાતાઓને રીઝવવા માટે રાજકીય પક્ષો, ઉમેદવારોએ એડીચોટીનું જોર લગાવી દીધું છે, ઉલ્લેખનીય છે કે આ ચૂંટણીમાં પ્રજાના રોષનો ભોગ શાસક પક્ષો અને વિપક્ષો બન્યા છે.
મતદારોની નિરસતાએ ઉમેદવારોની ચિંતામાં વધારો
ઉલ્લેખનીય છે કે આ વખતે મતદારોમાં ચૂંટણીનો કોઈ રંગ જ દેખાતો ન હોવાથી ઉમેદવારોમાં ચિંતામાં વધારો થયો છે. મતદારોની નિરસતાએ ઉમેદવારોની ચિંતામાં વધારો કર્યો છે, ઉલ્લેખનીય છે કે ૨૬મીએ મતદાનમાં અસર વર્તાઈ શકે તેવી ચિંતાઓ પક્ષોમાં વર્તાઈ રહી છે.
સવારથી સાંજ સુધી રાજકીય પક્ષો જોરશોરથી પ્રચાર કરશે
પ્રચારના અંતિમ દિવસને લઈ સવારથી સાંજ સુધી રાજકીય પક્ષો જોરશોરથી પ્રચાર કરશે. ત્યારબાદ ડોર-ટુ-ડોર પ્રચાર કરવા ઉમેદવારો, કાર્યકરો મેદાનમાં ઉતરશે અને રાજકીય પક્ષો બંધ બારણે બેઠકો કરી અંતિમ ઘડીની રણનીતિ ઘડશે. મનપા, પાલિકા અને પંચાયત જીતવા માટે રાજકીય પક્ષો મતદારોને રિઝવવાના પ્રયાસો કરી રહ્યા છે. પરંતુ હાલની સ્થિતિ જોતા મતદારોની નિરસતા અને ગરમીના કારણે મતદાન ઓછું થાય તેવી ચિંતા વ્યક્ત કરાઈ રહી છે.

