VIDEO: ગાંધીનગરનો વિકાસ હવે બુલેટ ગતિએ આગળ વધશે: હર્ષ સંઘવી
સોર્સ : gstv
ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી સંદર્ભે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મહત્વનું નિવેદન આપ્યું છે. ચૂંટણીમાં મતદારોને અગાઉના વર્ષોના મતદાન અને વિજયનો રેકોર્ડ તોડવા માટે વિશેષ અપીલ કરવામાં આવી છે. ગાંધીનગરનો વિકાસ હવે બુલેટ ગતિએ આગળ વધશે. સરકાર દ્વારા પાટનગરના સર્વાંગી વિકાસ માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, ત્યારે નાગરિકો પણ વિકાસના આ યજ્ઞમાં ઉત્સાહપૂર્વક જોડાય અને ભાજપની નીતિઓ પર ભરોસો મૂકે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.

