VIDEO: ગાંધીનગરનો આઇકોનિક કેબલ સ્ટેન્ડ બ્રિજ આગામી મહિને ખુલ્લો તેવી શક્યતા, તંત્ર કરી રહ્યું છે લોડ ટેસ્ટિંગ
સોર્સ : gstv
ટ્રાફિકની વકરતી સમસ્યા વચ્ચે અમદાવાદ-ગાંધીનગરની કનેક્ટિવિટીમાં વધારો થશે. ગાંધીનગરનો આઇકોનિક કેબલ સ્ટેન્ડ બ્રિજ આગામી મહિને ખુલ્લો મૂકાઈ શકે છે. ભાટ સર્કલ ઉપર 130 કરોડના ખર્ચે 6 લેન બ્રિજ તૈયાર થઈ ગયો છે અને બ્રિજ શરૂ કરતા પહેલા હાલ માર્ગ અને મકાન વિભાગ દ્વારા બ્રીજનું લોડ ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. બ્રિજ ઉપર 700 ટનના 18 ટ્રક ગોઠવી ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. 15 દિવસના રિપોર્ટ અને સેફટીના ટેસ્ટિંગ બાદ આ બ્રિજ ખુલ્લો મુકાશે.

