VIDEO: ધમકીભર્યો ઈ-મેલ મળતા ગાંધીનગર પોલીસે તપાસ હાથ ધરી, કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નહીં
સોર્સ : gstv
ગાંધીનગર વિધાનસભાને બોમ્બ બ્લાસ્ટની ધમકી મામલે ગાંધીનગર SP રવિ તેજાએ મહત્વની માહિતી આપી છે. SPના જણાવ્યા મુજબ સવારે આશરે 8 વાગ્યે ધમકીભર્યો ઈ-મેલ મળ્યો હતો. વિધાનસભા અંગે પોલીસ દ્વારા દરરોજ રિપોર્ટ આપવામાં આવે છે અને સવારે 9 વાગ્યા પહેલા વિધાનસભા પરિસરમાં ચેકિંગ પૂર્ણ કરી લેવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી. ત્યારબાદ રાબેતા મુજબ વિધાનસભાનું સત્ર શરૂ થયું હતું. વિધાનસભા ઉપરાંત ગાંધીનગરની કોર્ટને પણ ધમકી મળી હોવાનું સામે આવ્યું છે. આ મામલે ગાંધીનગર પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં ઈ-મેલ દેશની બહારથી આવ્યો હોવાનું સામે આવ્યું છે. છ મહિના અગાઉ મળેલી ધમકી જેવી જ આ ધમકી હોવાનું પોલીસે જણાવ્યું છે.

