VIDEO: ગાંધીનગરમાં ફેક વેબસાઈટ ગેંગનો પર્દાફાશ
સોર્સ : gstv
ગાંધીનગરમાં સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સે ટુરિસ્ટ અને ધાર્મિક સ્થળોના નામે છેતરપિંડી કરતી ફેક વેબસાઈટ ગેંગનો પર્દાફાશ કર્યો છે. આરોપીઓ દ્વારા જાણીતા પ્રવાસન અને ધાર્મિક સ્થળોના નામે નકલી વેબસાઈટ બનાવી લોકોને છેતરવામાં આવતા હતા. વેબસાઈટ પર બુકિંગ સહિતની સેવાઓના નામે લોકો પાસેથી નાણાં પડાવવામાં આવતા હોવાની વિગતો સામે આવી છે. સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સની ટીમે ટેક્નિકલ તપાસના આધારે ગેંગ સુધી પહોંચીને કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે અને ગેંગ સાથે સંકળાયેલા અન્ય લોકોની ભૂમિકા અંગે પણ તપાસ ચાલી રહી છે. સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સના એસપી રાજદીપસિંહ ઝાલાએ સમગ્ર મામલે માહિતી આપી છે.

