VIDEO: ગુજરાતમાં ‘ઈ-ઝીરો એફઆઈઆર’ સેવા શરૂ, સાયબર છેતરપિંડી સામે તાત્કાલિક કાર્યવાહી
સોર્સ : gstv
ગાંધીનગરથી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ‘e-Zero FIR’ સેવાનો શુભારંભ કરાવ્યો છે. હવે સાયબર છેતરપિંડીનો ભોગ બનેલા નાગરિકોએ પોલીસ સ્ટેશનના ધક્કા ખાવા નહીં પડે. 1930 હેલ્પલાઇન નંબર પર કોલ કરતાની સાથે જ આપોઆપ Zero FIR જનરેટ થશે. આ સુવિધાના પ્રથમ જ કિસ્સામાં અમદાવાદના નાગરિક સાથે થયેલી ડિજિટલ અરેસ્ટ ઠગાઈમાં સાયબર ક્રાઇમે ત્વરિત કાર્યવાહી કરીને રૂ.15.76 લાખથી વધુની રકમ સુરક્ષિત રીતે રિકવર કરી લીધી છે.

