VIDEO: 30 જુલાઈથી ગુજરાતમાં ફરી ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી.
સોર્સ : gstv
રાજસ્થાનમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે, જેમાં ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ નોંધાયો છે બે દિવસ માટે ગુજરાતમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી અઠવાડિયામાં બંગાળની ખાડીમાં વેલમાર્ક લૉ પ્રેશર સિસ્ટમ સક્રિય થવાની છે, જેની અસર અંદાજે 30 જુલાઈ આસપાસ ગુજરાત પર વર્તાશે અને ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. ખાસ કરીને 30 જુલાઈએ છોટાઉદેપુર, ભરૂચ, તાપી અને વલસાડમાં તથા 1 ઓગસ્ટે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે. રાજ્યમાં કુલ વરસાદ સામાન્ય કરતાં 12 ટકા વધુ નોંધાયો છે, જ્યારે એકલા અમદાવાદમાં સામાન્ય કરતા 45 ટકા વધુ વરસાદ નોંધાયો છે.

