VIDEO: ભાજપમાં શિસ્તનો ડંડો, પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર સામે થશે કાર્યવાહી
સોર્સ : gstv
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારા ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ સામે કાર્યવાહી કરવાની તૈયારી શરૂ થઈ છે. ભાજપ કાર્યાલય કમલમ ખાતે શિસ્ત સમિતિની બેઠક મળી હતી, જેમાં આરોપી નેતાઓ અને ફરિયાદકર્તાઓને સાંભળવામાં આવ્યા હતા. સમિતિએ બંને પક્ષોની રજૂઆતો બાદ સમગ્ર મામલે રિપોર્ટ તૈયાર કરવાનો નિર્ણય લીધો છે. તૈયાર કરાયેલો રિપોર્ટ પ્રદેશ પ્રમુખને સોંપવામાં આવશે. ત્યારબાદ શિસ્ત સમિતિના રિપોર્ટના આધારે પક્ષ વિરોધી કામગીરી કરનારાઓ સામે સંગઠનાત્મક પગલાં લેવામાં આવશે.

