VIDEO: બોમ્બ ધમકી કેસમાં સાયબર ક્રાઈમને મોટી સફળતા
સોર્સ : gstv
ગાંધીનગરમાં બોમ્બ ધમકી કેસમાં સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સે બાંગ્લાદેશ કનેક્શન ધરાવતા ઈ-મેઈલ સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો છે. 10 સપ્ટેમ્બરે ગુજરાત વિધાનસભા સહિત વડાપ્રધાન, કેન્દ્રીય ગૃહમંત્રી, મુખ્યમંત્રી કાર્યાલય, શાળા-કોલેજો અને અદાલતોને બોમ્બ ધમકી અપાઈ હતી. કેસમાં બિહારના ભાગલપુરથી રોશન કુમાર અને ઝારખંડના દેવઘરથી ગુલશન કુમારની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ પાસેથી 5 લાખ 13 હજાર 847 ઈ-મેઈલ આઈડી અને પાસવર્ડનું લિસ્ટ મળ્યું છે. છેલ્લા ત્રણથી ચાર દિવસમાં 14 હજારથી વધુ ધમકીભર્યા ઈ-મેઈલ કરાયા હોવાનો ખુલાસો થયો છે. ગુજરાત, બિહાર અને ઝારખંડમાં કાર્યવાહી કરાઈ છે.

