VIDEO: ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણીમાં સત્તાના દુરુપયોગના આક્ષેપ સાથે કોંગ્રેસનું ચૂંટણી કમિશનરને આવેદનપત્ર
સોર્સ : gstv
ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં સત્તાના દુરુપયોગ અને વહીવટી તંત્રની ભૂમિકા સામે કોંગ્રેસ સિનિયર નેતાઓનું પ્રતિનિધિમંડળ રાજ્ય ચૂંટણી કમિશનરને મળવા પહોંચ્યું હતું. કોંગ્રેસે ગાંધીનગરના તમામ ૪૪ વોર્ડમાં ઉમેદવારી ફોર્મ ભરાવ્યા છે, પરંતુ ભારતીય જનતા પાર્ટી અને પોલીસ તંત્ર દ્વારા ભારે દબાણ કરવામાં આવી રહ્યું હોવાનો ગંભીર આક્ષેપ કોંગ્રેસે લગાવ્યો છે. કોંગ્રેસ નેતાઓએ આક્ષેપ લગાવ્યો કે,, એલસીબીના પીઆઈ જાતે ઉમેદવારો અને સપોર્ટર્સના સંબંધીઓ પર ફોર્મ પાછા ખેંચવા દબાણ કરી રહ્યા છે. ચૂંટણીમાં પોલીસ ભાજપના એજન્ટ તરીકે કામ કરતી હોય તેવો ઘાટ સર્જાયો છે. ઉમેદવારોને સુરક્ષિત રાખવા માટે ગુપ્ત સ્થળે ખસેડવા પડ્યા છે.

