VIDEO: મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ 17થી 24 ઓગસ્ટ સુધી અમેરિકા ,કેનેડાના પ્રવાસે
ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ 17થી 24 ઓગસ્ટ સુધી અમેરિકાના પ્રવાસે છે.. આ પ્રવાસ દરમિયાન તેઓ વિકાસ, રોકાણ અને આંતરરાષ્ટ્રીય જોડાણોને વધુ વેગ આપવા માટે અનેક મહત્વપૂર્ણ કાર્યક્રમોમાં ભાગ લેશે. વર્ષ 2002 બાદ અમેરિકાની મુલાકાત લેનારા તેઓ ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યપ્રધાન છે, જેના કારણે આ પ્રવાસને વિશેષ મહત્વ આપવામાં આવી રહ્યું છે. મુખ્યપ્રધાન ના આ પ્રવાસ દરમિયાન ગુજરાતમાં નવા રોકાણની તકો ઊભી કરવા માટે અનેક મહત્વપૂર્ણ ચર્ચાઓ થશે. રાજ્યમાં વધુ વિદેશી રોકાણ આવે અને નવી ટેકનોલોજી આધારિત ઉદ્યોગોને પ્રોત્સાહન મળે તે દિશામાં પ્રયાસ કરવામાં આવશે. અમેરિકાના પ્રવાસ દરમિયાન મુખ્યપ્રધાન વોશિંગ્ટન ડીસી, ન્યૂયોર્ક અને સાન ફ્રાન્સિસ્કો જેવા મહત્વપૂર્ણ શહેરોની મુલાકાત લેશે. ઉપરાંત તેઓ કેનેડાના ટોરંટો શહેરની પણ મુલાકાત કરશે. પ્રવાસ દરમિયાન વિવિધ ક્ષેત્રોમાં કાર્યરત ઉદ્યોગ રોકાણકારો, ઈમર્જિંગ ટેકનોલોજી સેક્ટરના અગ્રણી પ્રતિનિધિઓ તેમજ ગુજરાતી સમુદાયના આગેવાનો સાથે મુલાકાતો યોજાશે.

