Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ગાંધીનગર : Chief Election Commissioner's press conference begins in Gandhinagar

Gandhinagar news: રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર, જાણો મતદાન અને પરિણામની તારીખ

Timeછેલ્લું અપડેટ : 01 Apr 2026
લાઇવ ટીવીGoogle News
Gandhinagar news: રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર, જાણો મતદાન અને પરિણામની તારીખ
સોર્સ : AI

ગુજરાતમાં લાંબા સમયથી જેની રાહ જોવાઈ રહી છે તેવી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અંગે આજે(1 એપ્રિલ, 2026) ચિત્ર સ્પષ્ટ થવા જઈ રહ્યું છે. ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ગાંધીનગર સચિવાલય ખાતે એક વિશેષ મીડિયા બ્રીફિંગનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્ય મુખ્ય ચૂંટણી કમિશ્નરની પ્રેસ કોન્ફરન્સનો પ્રારંભ થયો છે. 1લી એપ્રિલ 2026ના રોજ યોજાનારી આ બેઠકમાં મહાનગરપાલિકાઓ, જિલ્લા અને તાલુકા પંચાયતોના ચૂંટણી કાર્યક્રમની સત્તાવાર જાહેરાત થવાની પ્રબળ શક્યતા છે. આ સાથે ફાઇનલ મતદાર યાદી પણ જાહેર કરાઇ છે. જેમાં 4.18 કરોડ મતદારોના નામ સામેલ છે. 

App Store

ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીની જાહેરાત

મનપા: 15 (જૂનાગઢ અને ગાંધીનગર સિવાય તમામ)

જિલ્લા પંચાયત: 34

તાલુકા પંચાયત: 260 (17 નવી તાલુકા પંચાયત સહિત)

નગર પાલિકા: 84

મતદારો: 4 કરોડ 18 લાખ 91 હજાર 700

આચાર સંહિતા: આજથી અમલી

ચૂંટણી કાર્યક્રમ પર એક નજર

રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરાયેલ વિગતો મુજબ ચૂંટણીનું શિડ્યુલ પર નજર કરીએ તો..

ચૂંટણીનું જાહેરનામું: 6 એપ્રિલ, 2026

ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: 11 એપ્રિલ, 2026

ફોર્મની ચકાસણી: 13 એપ્રિલ, 2026

ઉમેદવારી ફોર્મ ખેંચવાની છેલ્લી તારીખ: 15 એપ્રિલ

મતદાનની તારીખ: 26 એપ્રિલ, 2026 

મતગણતરી અને પરિણામ: 28 એપ્રિલ, 2026

નવી મહાનગરપાલિકાઓમાં પ્રથમ વખત યોજાશે ચૂંટણી

રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં જે 8 નવી નગરપાલિકાઓને 'મહાનગરપાલિકા'નો દરજ્જો આપવામાં આવ્યો છે, ત્યાં પ્રથમ વખત કોર્પોરેશન સ્તરે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જેમાં આણંદ-કરમસદ, ગાંધીધામ, મહેસાણા, મોરબી, નડિયાદ, નવસારી, પોરબંદર, સુરેન્દ્રનગર, અને વાપી શહેરનો સમાવેશ થાય છે. આ નવગઠિત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વહીવટી માળખું બદલાયા બાદ આ પ્રથમ મોટી રાજકીય કસોટી છે, જેના પર સમગ્ર રાજ્યની નજર ટકેલી છે.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત

ગુજરાતમાં 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતની  સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવાની છે, ત્યારે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હેઠળની સંસ્થાઓની મતદાર યાદીની આખરી આજે બુધવારે જાહેર થવાની છે.

રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં 8 નવી નગરપાલિકાઓને 'મહાનગરપાલિકા'નો દરજ્જો આપ્યા બાદ, આ વિસ્તારોમાં પ્રથમ વખત કોર્પોરેશન સ્તરે મતદાન થશે. જેમાં કરમસદ-આણંદ, ગાંધીધામ, મહેસાણા, મોરબી, નડિયાદ, નવસારી, પોરબંદર, સુરેન્દ્રનગર અને વાપી, આ નવગઠિત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વહીવટી માળખું બદલાયા બાદ આ પ્રથમ મોટી રાજકીય કસોટી હશે, જેના પર સમગ્ર રાજ્યની નજર છે.

રાજ્યની અનેક જિલ્લા અને તાલુકા પંચાયતોની મુદત પૂર્ણ થઈ હોવા છતાં ચૂંટણીઓ વિલંબમાં હતી, જેના કારણે ત્યાં હાલ વહીવટદારો કાર્યરત છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આયોગ મે 2026ના પ્રથમ સપ્તાહમાં મતદાન યોજવાની તૈયારી કરી રહ્યું છે.

આ વખતે ચૂંટણીમાં ઓબિસી (OBC) અનામત બેઠકોના નવા રોટેશન મુજબ અમલીકરણ કરવામાં આવશે. ખાસ કરીને જિલ્લા પંચાયત પ્રમુખની 7 બેઠકો OBC માટે અનામત રાખવાની નવી જોગવાઈઓ આ ચૂંટણીનું મુખ્ય આકર્ષણ રહેશે.