VIDEO: ગાંધીનગરમાં 29 ઓગસ્ટે DNT મુક્તિ દિવસની ઉજવણી
સોર્સ : gstv
ગાંધીનગરમાં 29 ઓગસ્ટે વિમુક્ત, વિચરતી અને અર્ધ-વિચરતી જનજાતિઓના ગૌરવ, અધિકાર અને સશક્તિકરણને સમર્પિત DNT મુક્તિ દિવસની ઉજવણીનું આયોજન કરાયું છે. સેક્ટર-17 સ્થિત સ્પર્શ સદન ખાતે DNT ડેવલપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા આયોજિત કાર્યક્રમમાં રાજ્યભરમાંથી સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેશે. જેમાં ગૃહ મંત્રી હર્ષ સંઘવી, કેબિનેટ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા, નરેશભાઈ પટેલ અને રાજ્યકક્ષાના મંત્રી દર્શનાબેન વાઘેલા પણ હાજરી આપશે. “એકતા, ગૌરવ, સન્માન અને સમાનતા”ના સંકલ્પ સાથે યોજાનારો આ દિવસ DNT સમાજના અધિકારો, વિકાસ અને સશક્તિકરણ માટે નવી દિશા આપશે.

