અમદાવાદ: દિલજીત દોસાંજના કોન્સર્ટના પાસના કાળાબજાર, ધૂતારાઓ તક જોઈને ભટકાડી રહ્યા છે નકલી પાસ

પોપ સિંગર દિલજીત દોંસાજના 17 નવેમ્બર રવિવારે ગાંધીનગર ગિફ્ટ સિટીમાં યોજાનારા લાઈવ કોન્સર્ટના પાસ બ્લેકમાં 20 હજાર રૂપિયા સુધીમાં વેચાઈ રહ્યા છે. દિલજીત દોસાંજના લાઈવ કોન્સર્ટની ટિકિટોના સોશિયલ મીડિયા પર થઈ રહેલા બલ્કે માર્કેટિંગના સંદર્ભમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ દેશભરમાં દરોડા પાડીને 10 શકમંદોની અટકાયત કરી છે. બીજી તરફ દિલજીત દોસાંજના ચાહકો ટિકિટ લેવા માટે પડાપડી કરી રહ્યા છે, તેનો લાભ લેવા નકલી ટિકિટો પણ બજારમાં ફરતી થઈ હોવાની માહિતી EDના સૂત્રોએ આપી છે.
દોસાંજના શોમાં સિલ્વર અને ગોલ્ડ પાસ દ્વારા એન્ટ્રી
ગાંધીનગર ગિફિટીમાં યોજાનારા દોસાંજના શોમાં સિલ્વર અને ગોલ્ડ પાસ દ્વારા એન્ટ્રી અપાશે. આ બન્ને પ્રકારના પાસનું વેચાણ બુક માય શો વેબસાીટ અને ઓનલાઈન ઝોમેટો મારફચે થઈ રહ્યું છે. આ પૈકી સિલ્વર પાસની કિંમત 3 હજાર અને ગોલ્ડ પાસની કિંમત 5 હજાર રૂપિયા છે પણ 3 હજારની ટિકિટના 15 હજાર અને 5 હજારના 20 હજાર બોલાઈ રહ્યા છે.
આ પણ વાંચો: બોપલ વિદ્યાર્થી મર્ડર કેસમાં વધુ એક પોલીસકર્મીનું નામ ખુલ્યું, જાણો વિગત
3 હજારની ટિકિટ 5 હજારમાં અને 5 હજારના 20 હજાર બોલાય છે
જેનું વેચાણ ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને વોટ્સએપ ગ્રુપમાં વેચાણ થઈ રહ્યું છે. EDના સૂત્રો મુજબ કેટલીક ટિકિટો તો સાવ નકલી છે. દોસાંજની લોકપ્રિયતાનો લાભ લેવા માટે ધૂતારા ફેક ટિકિટો લોકોને પધરાવી રહ્યા છે.
EDના અધિકારીઓએ દેશમાં કુલ 13 સ્થળોએ દરોડા પાડ્યા
દિલજીત દોસાંજના લાઈવ કોન્સર્ટમાં ટિકિટોના કાળા બજારના સંદર્ભમાં EDના અધિકારીઓએ દેશમાં કુલ 13 સ્થળોએ દરોડા પાડીને મોબાઈલ લેપટોપ સીમ કાર્ડ જપ્ત કર્યા હતા. આ અંગેની તપાસ દિલ્હી, મુંબઈ, જયપુર, બેંગ્લોર અને ચંદીગઢમાં ચાલી રહી છે. આ તપાસમાં સેન્ટ્રલ એજન્સીઓ ઉપરાંત સ્થાનિક પોલીસ, GST વિભાગના અધિકારીઓ પણ જોડાયા છે, પણ અધિકારીઓ આ મુદ્દે ચુપ છે. અમદાવાદ અને ગાંધીનગરમાં કાળા બજારમાં ટિકિટો ખરીદનારની સંખ્યા વધારે છે, પણ અધિકારીઓ વધારે માહિતી આપવા તૈયાર નથી.

