Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Bopal student murder case Name of one more policeman revealed

બોપલ વિદ્યાર્થી મર્ડર કેસમાં વધુ એક પોલીસકર્મીનું નામ ખુલ્યું, જાણો વિગત

Timeછેલ્લું અપડેટ : 14 Nov 2024
લાઇવ ટીવીGoogle News
બોપલ વિદ્યાર્થી મર્ડર કેસમાં વધુ એક પોલીસકર્મીનું નામ ખુલ્યું, જાણો વિગત

Bopal student murder case : અમદાવાદ શહેરના બોપલ વિસ્તારમાં વિદ્યાર્થીની હત્યાના કેસમાં પોલીસે હત્યારા પોલીસકર્મીને પંજાબથી ઝડપી પાડ્યો છે. હત્યારો  વીરેન્દ્રસિંહ પઢેરિયા નામનો પોલીસકર્મી સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો હતો. વિદ્યાર્થી પ્રીતાંશુ જૈનની હત્યા કર્યા બાદ આરોપી પંજાબ ભાગી ગયો હતો. ક્રાઇમ બ્રાન્ચે ત્યાં જઈને તેની ધરપકડ કરી છે. હવે આ કેસમાં વધુ એક પોલીસકર્મીનું નામ પણ ખુલ્યું છે. 

App Store

આ પણ વાંચો : અમદાવાદ : હત્યારા કોન્સ્ટેબલને દોરડાથી બાંધીને ઘટના સ્થળે લાવતા રડી પડ્યો

બીજો પોલીસકર્મી કાર ચલાવતો હતો

આ ઘટનામાં દિનેશ ઉર્ફે ડી.કે. નામના પોલીસકર્મીનું પણ નામ ખુલ્યું છે, દિનેશ ઘટના સમયે હત્યારા વીરેન્દ્રસિંહ પઢેરિયાની સાથે હતો અને દિનેશ જ કાર ચલાવી રહ્યો હતો. મળતી માહિતી મુજબ આ દિનેશે હત્યા હત્યારા વીરેન્દ્રસિંહ પઢેરિયાની ઘટના બાદ ભાગવામાં મદદ કરી હતી. હવે તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. 

પોલીસ વડા વિકાસ સહાયે મૃતકના પિતાને સાંત્વના પાઠવી

બોપલ ખાતે બનેલા હત્યાના બનાવ સંદર્ભે મૃતક પ્રિયાંશુ જૈનના પિતા પંકજભાઈ જૈન સાથે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે ટેલિફોનિક વાત કરી શોક વ્યક્ત કર્યો હતો. વિકાસ સહાયે કહ્યું કે, 'ગુનેગાર ભલે પોલીસ કર્મી હોય પરંતુ તે ગુનેગાર છે એટલે તેની સાથે ગુજરાત પોલીસ તરફથી ગુનેગાર જેવું જ વર્તન થશે. ગુનેગાર પોલીસ કર્મી સામે કડકમાં કડક પગલાં લેવામાં આવશે અને ખૂબ જ ટૂંકા સમયમાં સમગ્ર કેસની ચાર્જશીટ કરવામાં આવશે. પોલીસ કર્મી દ્વારા ગુનાને અંજામ આપવામાં આવ્યો તે વાતનો ખેદ વ્યક્ત કરી વિકાસ સહાયે મૃતક યુવાનના પરિવારને ઝડપી અને સચોટ ન્યાય અપાવવા ખાતરી આપી હતી.