VIDEO: પાસપોર્ટ વેરિફિકેશનમાં મોટી રાહત, હવે પોલીસ સ્ટેશનના ધક્કા નહીં!
સોર્સ : gstv
રાજ્યના નાગરિકો માટે પાસપોર્ટ વેરિફિકેશન પ્રક્રિયાને વધુ સરળ અને પારદર્શક બનાવવા રાજ્ય પોલીસ વડાએ મહત્વપૂર્ણ સૂચનાઓ જાહેર કરી છે. નવા આદેશ મુજબ હવે પાસપોર્ટ વેરિફિકેશન માટે અરજદારે પોલીસ સ્ટેશન જવાની કે રૂબરૂ હાજર રહેવાની જરૂર રહેશે નહીં. પોલીસ માત્ર અરજદારની નાગરિકતા અને ગુનાહિત પૂર્વ ઇતિહાસની જ ચકાસણી કરશે, જ્યારે સરનામાની અલગ ચકાસણી અને સહી લેવાની પ્રક્રિયા દૂર કરવામાં આવી છે. માત્ર શંકાસ્પદ અથવા અપવાદરૂપ કિસ્સામાં જ પોલીસ ઘરની મુલાકાત લેશે, પરંતુ તે સ્થિતિમાં પણ અરજદારને પોલીસ સ્ટેશન બોલાવવામાં આવશે નહીં. આ નિર્ણયથી પાસપોર્ટ પ્રક્રિયા વધુ ઝડપી બનશે અને સામાન્ય નાગરિકોને બિનજરૂરી હેરાનગતિમાંથી મોટી રાહત મળશે.

