VIDEO: ગાંધીનગરમાં ભાડાં અને એગ્રીગેટર કંપનીઓના શોષણ સામે ઓટો-ટેક્સી ચાલકોનો વિરોધ
સોર્સ : gstv
ગાંધીનગરમાં પરિવહન કમિશનરની કચેરી બહાર ઓટો-રિક્શા અને ટેક્સી ચાલકોએ વિરોધ પ્રદર્શન કર્યું છે. ઓલા, ઉબેર અને રેપિડો જેવી વિદેશી એગ્રીગેટર કંપનીઓ ડ્રાઇવરોનું શોષણ કરતી હોવાનો આક્ષેપ કરાયો છે. ચાલકોના જણાવ્યા મુજબ, અમદાવાદ સુધીના 500ના ભાડામાંથી કંપનીઓ 200 કમિશન કાપીને ડ્રાઇવરને માત્ર 300 જ આપે છે. દરરોજ સવારે ડ્રાઇવરો પાસેથી પાસ અને ટ્રીપ દીઠ કમિશન વસૂલવામાં આવે છે. આથી ચાલકોએ આ કંપનીઓનો બહિષ્કાર કરીને અમિત શાહ દ્વારા શરૂ કરાયેલ ‘ભારત ટેક્સી’ પ્લેટફોર્મનો ઉપયોગ કરવાની માંગ કરી છે. આ ઉપરાંત, ખાનગી બાઇકોના કોમર્શિયલ ઉપયોગ પર પણ સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની રજૂઆત કરાઇ છે.

