Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ગાંધીનગર : Action will also be taken against those who donate black money to political parties

રાજકીય પક્ષોને બ્લેક મની ડોનેશન તરીકે આપનારા સામે કાર્યવાહી થશે, દાન આપનારાઓની યાદી કરાઈ તૈયાર

Timeછેલ્લું અપડેટ : 28 Sept 2026
લાઇવ ટીવીGoogle News
રાજકીય પક્ષોને બ્લેક મની ડોનેશન તરીકે આપનારા સામે  કાર્યવાહી થશે,  દાન આપનારાઓની યાદી કરાઈ તૈયાર
સોર્સ : gstv

ગાંધીનગર, અમદાવાદ અને વિદ્યાનગરના સરનામા પર રજિસ્ટર્ડ થયેલી ચાર રાજકીય પાર્ટીઓના પ્રમુખ અને મળતિયાઓએ રાજકીય હેતુ માટે નહીં, પરંતુ કાળા નાણાંને સફેદ કરવા માટેના ખેલનો ઈન્કમટેક્સ દ્વારા પર્દાફાશ કરાયો છે. ત્યારે પોલીસ તપાસનો ગાળિયો માત્ર ચાર રાજકીય પક્ષના પ્રમુખ કે અન્ય આરોપીઓ પર જ નહીં પણ કરોડો રૂપિયાના કાળા નાણાંનું ડોનેશન આપનારા લોકો પર પણ કસવામાં આવશે.

App Store

ઈન્કમટેક્સ વિભાગ પાસેથી રાજકીય પાર્ટીઓને ડોનેશન આપનારાઓની યાદી મેળવાઈ

સીઆઈડી ક્રાઈમના અધિકારીઓએ ઈન્કમટેક્સ વિભાગ પાસેથી ડોનેશન આપનારાઓની યાદી મેળવીને આ અંગે તપાસ શરૂ કરી છે. જેમાં અન્ય અન્ય રાજ્યોમાંથી પણ ડોનેશનની રકમ આવી હોવાથી અન્ય રાજ્યની પોલીસની મદદ લઈને તપાસ કરવામાં આવશે. 2283 કરોડો રૂપિયાના મહા કૌભાંડની તપાસ માટે સીઆઈડી ક્રાઈમ અને ઈન્કમટેક્સ વિભાગ દ્વારા એક્શન પ્લાન તૈયાર કરાયો છે. જેમાં વિવિધ રાજકીય પાર્ટીઓને ડોનેશન આપનારાઓને પણ આરોપી બનાવવામાં આવશે. ખાસ કરીને ઈન્કમ ટેક્સ તેમના વિરુદ્ધ ટેક્સ ચોરીની કાર્યવાહી કરશે તો પોલીસ પણ ગુનામાં ધરપકડ કરવા સુધીની કાર્યવાહી કરશે.

જો ડોનેશન આપનારાઓની યાદી આશરે 80 હજારથી વધુ લોકોની છે. જેથી હાલ ચોક્કસ રકમ સુધીનું ડોનેશન આપનારાઓની યાદી અલગ તારવીને તેમની પૂછપરછ કરવામાં આવશે. જેમાં અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ અને સુરત સહિતના શહેરોમાં તેમજ અન્ય રાજ્યોમાં રહેતા લોકો સામેલ છે. આ ડોનેશન આપનારામાં બિલ્ડર, રાજકારણીઓ અને મોટા વેપારીઓ પણ હોવાનું સામે આવ્યું છે.જો કે, આ પ્રક્રિયા વધુ ઝડપી થાય તે માટે સીઆઈડી ક્રાઈમ પોલીસ અધિકારીઓની ટીમ પણ તૈયાર કરશે. સાથેસાથે અન્ય રાજ્યોની પોલીસની મદદ પણ લેવામાં આવશે. બીજી તરફ ઈન્કમટેક્સ વિભાગના અન્ય રાજકીય પાર્ટીઓ હોવાનું પણ સામે આવ્યું છે. જે અંગે રિપોર્ટ તૈયાર થયા બાદ કાર્યવાહી કરવામાં આવશે.

ટોપિક્સ:GSTV NewsGujarati News