VIDEO: ડીજીપી જ્ઞાનેન્દ્રસિંહ મલિકની અધ્યક્ષતામાં કાયદો અને વ્યવસ્થાની સમીક્ષા બેઠક યોજાઈ
સોર્સ : gstv
રાજ્યના પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકની અધ્યક્ષતામાં વિડિયો કોન્ફરન્સ દ્વારા કાયદો અને વ્યવસ્થાની ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ઇમરજન્સી સેવા ૧૧૨ ની કામગીરી અને તેના રિસ્પોન્સ ટાઇમ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો….નાગરિકોને આપાતકાલીન સ્થિતિમાં ત્વરિત પોલીસ સહાય મળી રહે તે માટે પોલીસ વાહનો, ડ્રાઈવરોની પૂરતી ઉપલબ્ધતા અને ઓફ-રોડ થયેલા વાહનોના તાત્કાલિક સમારકામ માટે કડક સૂચનાઓ અપાઈ છે. રાજ્ય પોલીસ વડાએ વાહનોનો રિસ્પોન્સ ટાઈમ ઘટાડવા અને સતત મોનિટરિંગ કરવા સ્પષ્ટ માર્ગદર્શન પૂરું પાડ્યું છે.

