VIDEO: રાજ્યમા 4 સિસ્ટમ સક્રિય, 20 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની આગાહી
સોર્સ : gstv
ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા આજથી ૨૦ સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની મોટી આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશન, લો પ્રેશર, મોન્સૂન ટ્રક અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એમ કુલ ચાર સિસ્ટમ સક્રિય થવાથી વરસાદનું જોર વધ્યું છે. આગામી ૪૮ કલાક દરમિયાન ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. આજે સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબી અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે, જ્યાં અત્યંત ભારે વરસાદની શક્યતા છે. આ ઉપરાંત કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અમદાવાદ, જામનગર, દ્વારકા, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, આણંદ અને ભરૂચ સહિતના જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, વડોદરા અને સુરત જેવા જિલ્લાઓમાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

