VIDEO: GCAS પોર્ટલ પર 30 હજાર વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન; 2 જૂનથી શરૂ થશે પ્રવેશનો પ્રથમ રાઉન્ડ
સોર્સ : GSTV
જીકાસ પોર્ટલ એડમિશન અંગે શિક્ષણ વિભાગના અધિક મુખ્ય મુકેશ કુમારે કહ્યું કે જીકાસ અંતર્ગત ૧૫ સરકારી અને 19 ખાનગી યુનિવર્સિટી માં પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ છે. ૩૦ હજાર વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશન કર્યુ છે. ૨ જૂન થી ૬ જૂન પહેલો રાઉન્ડ શરૂ થશે. ૧ જૂલાઈ સુધી પ્રક્રિયા પૂર્ણ કરવાનું આયોજન છે. એઆઈના આધારે ચેટબોટ પર હોસ્ટેલ, એડમિશનની પ્રક્રિયા વગેરેની માહિતી પૂછી શકશે. જીકાસમાં ખાસ ફેરફાર કરાયા છે. ફીનું ધોરણ બદલવામાં આવ્યું છે. ફ્રી ફોર્મ ફિલીંગ સેન્ટરથી ભરી શકશે.

