VIDEO: પડતર માંગણીઓને મુદ્દે જૂનાગઢમાં વન કર્મચારીઓએ ડીવિઝન કક્ષાએ આવેદનપત્ર પાઠવી વિરોધ નોંધાવ્યો
સોર્સ : gstv
જૂનાગઢમાં વન વિભાગના કર્મચારીઓએ પોતાની પડતર માંગણીઓને લઈને ડીવિઝન કક્ષાએ આવેદનપત્ર પાઠવી ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. યુનિયનના ઉપપ્રમુખે માહિતી આપતા જણાવ્યું કે વન્યપ્રાણીઓ વચ્ચે જોખમી નોકરી કરતા કર્મચારીઓને સિક્યોરિટી એલાઉન્સ આપવા, જાહેર રજાઓનો રજા પગાર ચૂકવવા અને સમયસર બદલીઓ કરવા સહિતની મુખ્ય ૫ માંગણીઓ રજૂ કરવામાં આવી છે. આ ઉપરાંત વનરક્ષક અને વનપાલના ગ્રેડ પેમાં સુધારો કરવા તેમજ સીધી વનપાલ ભરતી બંધ કરી વનરક્ષકોને પ્રમોશન આપવાની માંગ બુલંદ બનાવી છે. કર્મચારીઓએ કડક ચેતવણી આપી છે કે જો તેમની વ્યાજબી માંગણીઓ વહેલી તકે સંતોષવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં રાજ્યવ્યાપી ઉગ્ર આંદોલન છેડવામાં આવશે.

